કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિબેન ઈરાની ના વક્તવ્યના મુખ્ય બિંદુ

595
0
Share:

ગુજરાતના લાલ સરદાર પટેલે દેશને અખંડ રાખ્યું જ્યારે કોંગેસનો લાલ jnu માં ભારત તેરે ટુકડે હોંગે હજાર ને સમર્થન આપે છે:- સ્મૃતિ ઈરાની

ગુજરાતના વિકાસનો હિસાબ માંગતા પેહલા, ૭૦ વરસ થી કોંગ્રેસના શાસન વાળી લોકસભા અમેઠી અને રાયબરેલી ના વિકાસનો હિસાબ કોંગ્રેસ આપે:- સ્મૃતિ ઈરાની

કેરળમાં RSS અને ભાજપના કાર્યકર્તાઓ પર સતત જાનલેવા હુમલા થઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં RSS અને ભાજપના કાર્યકર્તાઓની કોમ્યુનિષ્ટોએ હત્યા કરી છે.કેરળ માં ભાજપના કાર્યકર્તાઓ પર થઈ રહેલી હિંસા સામે લોકશાહી રીતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતશાહ પદયાત્રા કાઢી રહ્યા છે. આજે પણ હિંસા ના સમાચાર છે.હિંસાને ભાજપ સખત શબ્દોમાં વખોડે છે. ભાજપ લોકશાહી અને અહિંસાત્મક રીતે આનો જવાબ આપશે:- સ્મૃતિ ઈરાની

દ્વારકાધીશ ના દર્શન કરીને આશીર્વાદ મેળવવાનો પ્રયત્ન કરે અને બહાર આવીને ભાજપ પર આક્ષેપ કરે તેને ગુજરાતની પ્રજા સાંખી નહીં લે:- સ્મૃતિ ઈરાની

રાહુલ ગાંધીની લોકસભમાં આવતી ૫ માંથી ૪ બેઠકો ભાજપ જીત્યું છે. પોતાના વિસ્તારમાં શેહજાદની વાત કોઈ સાંભળતું નથી માટે ગુજરાત આવીને પ્રજાજનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે:-સ્મૃતિ ઈરાની

પોતાના મત વિસ્તારનો વિકાસ ન કર્યો માટે અમેઠી માં રાહુલ ગાંધીનું નામ બોલીએ તો પણ ત્યાંના પ્રજાજનો આક્રોશીત થાય છે:- સ્મૃતિ ઈરાની

પેહલા પોતાના મતવિસ્તારની ચિંતા રાહુલ કરે પછી ગુજરાતની ચિંતા કરે:- સ્મૃતિ ઈરાની

અમેઠીમાં ખેડૂતોની જમીન નિશાળ બાંધવા માટે માંગીને રાહુલ ગાંધી ફાઉન્ડેશનના નામ પર ચાંઉ કરી ગયા:- સ્મૃતિ ઈરાની

અમેઠીમાં નિશાળ માટેની અલ્પસંખ્યક પરિવારની નાની- નાની દીકરીઓ ની અધિકારિક માંગણી સામે રાહુલે તેમને જેલ માં પુરી દીધી:-સ્મૃતિ ઈરાની

સમ્રાટ સાઇકલ ની ફેક્ટરી ના નામે કરોડો રૂપિયાની ખેડૂતોની જમીન રાહુલ ગાંધી ખાઈ ગયા:-સ્મૃતિ ઈરાની

Share:

Leave a reply