#RamNathKovind અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષની ભારતના રાષ્ટ્રપતિપદે ઉમેદવાર તરીકે પસંદગી થતાં ગુજરાતના કોળી સમાજમાં પ્રસન્નતા

1078
0
Share:

અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષની ભારતના રાષ્ટ્રપતિપદે ઉમેદવાર તરીકે પસંદગી થતાં ગુજરાતના કોળી સમાજમાં પ્રસન્નતા
————————–
શ્રી રામનાથ કોવિંદજી અને ગુજરાતનો ૧૫ વર્ષથી નાતો
———————————————-
ગુજરાતના કોળી સમાજના સંગઠન , શિક્ષણ અને ઉન્નતિ માટે સતત પ્રવાસ અને પ્રયાસથી જાગૃતિના આગ્રહી

સમસ્ત કોળી સમાજે વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો
—————-
કેન્દ્રની માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારે આજરોજ દેશના આગામી રાષ્ટ્રપતિપદે બિહારના રાજ્યપાલ અને કોળી સમાજના અગ્રણી શ્રી રામનાથ કોવિંદજીની નામની જાહેરાત કરતાં ગુજરાતના સમગ્ર કોળી સમાજમાં આનંદનું મોજું ફેલાયું હતું .
અત્રે ઉલ્લેખનીય છે કે , શ્રી રામનાથ કોવિંદજીનો ગુજરાતના કોળી સમાજ સાથેનો નાતો છેલ્લા ૧૫ વર્ષથી જોડાયેલો રહેલો છે . અતિ પછાત જ્ઞાતિમાંથી સંઘર્ષ અને મહેનત કરી ઉચ્ચ પદે સેવાઓ આપનાર શ્રી કોવિંદજી અખિલ ભારતીય દલિત સમાજના પ્રમુખ તરીકેની પણ સેવાઓ આપી ચુક્યા છે .
શ્રી કોવિંદજી અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બન્યા ત્યારથી લઈને ગત અઠવાડિયે ૧૩-૧૪ જૂન સુધી સતત કોળી સમાજના સંગઠન , શિક્ષણ અને ઉન્નતિ માટે તેઓ કાર્યરત રહ્યા છે . ગત અઠવાડિયે રાજ્યના બગોદરા , સુરેન્દ્રનગર અને ગોંડલ ખાતે યોજાયેલ વિવિધ કોળી સમાજના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી સમાજના વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ અગાઉ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખના નાતે જૂનાગઢ ખાતે અને પ્રાચી , સોમનાથ ખાતે યોજાયેલ વિશાળ કોળી સમાજ સંમેલનમાં હાજરી આપી ગુજરાતના ગામે ગામ પ્રવાસ કર્યો હતો .
રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૨૦ % થી વધુ જનસંખ્યા ધરાવતા તળપદા , ચુંવાળિયા , ઘેડીયા અને ઠાકોર- કોળી સમાજમાં આજે વડાપ્રધાનશ્રી દ્વારા કોળી સમાજના અગ્રણી અને ગુજરાત સાથે જેમનો નાતો થઈ છે એવા શ્રી રામનાથ કોવિંદજીની પસંદગી કરતા આનંદ થયો છે અને સમસ્ત કોળી સમાજે વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો

 

Share:

Leave a reply