ભારત ની જીત ના પૂર્ણ થયા ત્રણ વર્ષ

608
0
Share:

16 મે 2014, એક એવો દિવસ જે દિવસને ભારતના ઈતિહાસના પન્નામાં મોદી દિવસ તરીકે પણ લખી શકાય કારણકે આજથી ત્રણ વર્ષ પહેલા ભાજપને લોકસભા ચૂંટણીમાં એવી જીત મળી જેવી જીત ભાજપને કદી નહતી મળી અને તે જીત પ્રાપ્ત થઈ નરેંદ્ર મોદીના નેતૃત્વમાં. 272+નો લક્ષ્યાંક રાખીને બેઠેલી ભાજપને દેશની જનતાએ 282 બેઠકો આપી અને ભાજપે એકલા હાથે લોકસભાની ચૂંટણી જીતીને કોંગ્રેસને બતાવી દીધું કે હવે તેમનો સમય ભરાઈ ગયો છે.

ત્રણ વર્ષ દરમિયાન નરેંદ્ર મોદીએ દેશમાં પ્રધાનમંત્રી પદ પર દેશ માટે શું કર્યું તેનું તો લીસ્ટ બનાવવા જઈએ તો એક પુસ્તક લખાઈ જાય. નરેંદ્ર મોદીએ ગુજરાતને સૌથી મોટી ભેટ સૌની યેજનાની આપી તો સરદાર સરોવર ડેમનું વર્ષોથી અટકેલું કામ સમાપ્ત થયું અને તે પણ નરેંદ્ર મોદીને આભારી રહેશે. દેશમાં ગરીબો માટે જન ધન અકાઉન્ટની વાત હોય કે પછી વાત હોય ગરીબોને મફતમાં ગેસ આપવાની વાત. મામ મોરચે ગરીબોની વ્હારે આવી મોદી સરકાર.

જરૂર પડ્યે મોદી સરકારે કઠોર પગલા પણ ઉઠાવ્યા અને દેશમાં નોટબંધી જેવો કઠોર નિર્ણય લીધો પણ આ કઠોરતાની પાછળ પણ આશય હતો દેશની સ્થિતી સુધારવાનો અને તે સ્થિતી સુધરી પણ ખરી અને તેનું પ્રમાણ મળ્યું હાલમાં જ સામે આવેલા GDPના આંકડા પરથી. કઠોર પગલા માત્ર દેશવાસીઓ સામે નથી લેવાયા દેશ વિરોધીઓ સામે પણ કઠોર પગલા ભર્યા છે નરેંદ્ર મોદીએ અને તેનું તાદ્રશ્ય ઉદાહરણ છે પાકિસ્તાન પર કરેલ સર્જીકલ સ્ટ્રાઈક.

માત્ર દેશનો વિકાસ કરવાની વાતમાં નરેંદ્ર મોદી આગળ નથી. દેશમાં જેટલી વધારે ભાજપની સત્તા હશે તેટલી જગ્યાએ સારો વિકાસ થઈ શકશે અને તેથી જ ચૂંટણીઓમાં પણ જોર લગાવ્યું ભાજપે અને ઘણા રાજ્યોમાં સત્તા જમાવી પછી ભલે તે ઉત્તરપ્રદેશ હોય કે ઉત્તરાખંડ… એટલે સુધી કે જમ્મુ કશ્મીરમાં પણ ભાજપે પોતાના પગ મજબૂત કર્યા અને તેનો ફાયદો અને લાભ દેશને અને દેશવાસીઓને મળ્યો છે.

આ તો થઈ દેશની અંદરની વાત…પણ જો દેશની બહારની વાત કરીએ તો પ્રધાનમંત્રીએ દુનિયાભરમાં પ્રવાસો કરીને ભારતના તમામ દેશો સાથે સંબંધ મજબૂત કર્યા અને પાકિસ્તાનને ભીંસમાં લેવા માટે તમામ પ્રયાસો કર્યા. અમેરિકાથી ફ્રાંસ અને રશિયા તમામ દેશો સાથે સુમેળભર્યા સંબંધો બનાવ્યા જેનો લાભ ભારતને થયો અને દુનિયામાં ભારતની શાખ વધી અને તેના માટે એકમાત્ર વ્યક્તિ કે જેમને યશ અપાય અને તે વ્યક્તિ એટલે નરેંદ્ર મોદી કે જેમણે થાક્યા વગર દેશ માટે કામ કર્યું અને વિદેશપ્રવાસથી પાછા આવીને તુરંત જ મંત્રીઓ સાથે બેઠક કરવાનું ટાળ્યું નહીં કારણકે દેશ પ્રથમ છે તેમના માટે.

ભારતની ઔષધિઓ હોય, ભારતની કળા હોય કે ભારતના યોગ હોય…તમામ બાબતને તેમણે વિશ્વ ફલક પર પહોંચાડી અને આજે દુનિયાભરમાં તમામ લોકો યોગ સાથે જોડાયા છે અને નરેંદ્ર મોદીએ આખી દુનિયાને ભારત સામે શિર્ષાસન કરવા મજબૂર બનાવ્યા છે.

અને હવે 2014ની જીત બાદ નરેંદ્ર મોદીનો નહીં પણ દેશનો લક્ષ્યાંક છે કે 2019 અને 2024માં પણ તેમને જ સત્તા સોંપવામાં આવે કે જેથી અમેરિકાની બરાબરી કરવાના તમામ દેશવાસીઓના સપનાને સાકાર કરી શકાય.

– સુખી

Share:

Leave a reply