ગુજરાત સ્થાપના દિવસ પર ગુજરાતના વિકાસની ગાથા

1071
0
Share:

ગુણવંતી ગુજરાત..
અમારી ગુણવંતી ગુજરાત !
નમીએ નમીએ માતા 🙏🏻
અમારી ગુણવંતી ગુજરાત !

ગુજરાત આજે 57 વર્ષનું થયું, 1960માં જે રાજ્યની સ્થાપના થઈ તે રાજ્ય આજે દેશનું એક સૌથી અગ્રણી રાજ્ય બનીને રહ્યું છે. આજે 58માં વર્ષમાં પ્રવેશ લઈ રહ્યું છે ત્યારે જાણીએ ગુજરાતની વિકાસગાથા અને ગુજરાતની ગૌરવગાથા.

આપને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત એશિયાનું પ્રથમ અને દુનિયાનું ચોથું રાજ્ય છે જ્યાં અલગ ક્લાઈમેટ ચેન્જ છે અને આપણા આ ગૌરવવંતા ગુજરાતના ગુજરાતીઓ ભાગવાનમાં પણ આસ્થા એટલી રાખે છે અને તેથી જ મંદિરો પણ ગુજરાતમાં ઘણા છે. મંદિરોમાં તો ગુજરાતનો રેકોર્ડ છે જ પછી ભલે તે સોમનાથ હોય, દ્વારકા હોય અંબાજી હોય કે પછી હોય પાલીતાણાનું સાડા ત્રણ કિલોમીટરની ઉંચાઈએ આવેલું દુનિયાનું એકમાત્ર મંદિર કે જે આટલી ઉંચાઈએ આવ્યું હોય.

આ તો થઈ ગુજરાતના ગૌરવની વાત.. પણ ગુજરાતના વિકાસની જો વાત કરીએ તો શું આપને ખબર છે કે ભરૂચમાં હાલમાં જ દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેઈડ બ્રિજ આકાર પામ્યો જેનું લોકાર્પણ આપણા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કર્યું.

સાથે જ 2020 સુધીમાં ગુજરાતને એક મોટી ગિફ્ટ મળશે ગિફ્ટ સીટીના રૂપમાં જે પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ કરી હતી અને આ ગિફ્ટ સીટી વિશ્વભરમાં વિખ્યાત છે અને અહીં હાલમાં જ BSEનું ઈન્ટરનેશ્નલ એક્સચેંજ શરૂ થયું છે જેમાં મોટી વાત એ છે કે દેશમાં સૌપ્રથમ વખત મુંબઈની બહાર BSEનું ઈન્ટરનેશ્નલ એક્સચેંજ બન્યું જે ઈન્ટરનેશ્નલ એક્સચેંજ દુનિયાનું સૌથી ઝડપી ઈંટરનેશ્નલ એક્સચેંજ છે.

ગુજરાતની સ્થાપના માટે સરદાર પટેલનો તો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે, અને તે જ સરદાર પટેલ માટે ગુજરાતની સરકાર અને ગુજરાતની જનતા બને તેટલું કરવા તૈયાર છે અને તેથી જ સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા કે જેની ઉંચાઈ 182 મીટર હશે તે કેવડિયા ખાતે બનશે.

નર્મદા ડેમ તો આપણને ખબર જ છે, કેંદ્રની કોંગ્રેસ સરકારે બને તેટલો પ્રયાસ કર્યો રાજ્ય સરકારને પરેશાન કરવાનો અને આજે નર્મદા દેશનો ત્રીજો સૌથી મોટો ડેમ બની ગયો છે.

ગુજરાતની જમીને કેવા મોટા લોકોને જન્મ આપ્યો છે તે જાણવા માટે તો એક જ ઉદાહરણ પૂરતું છે, ગુજરાતે એકસાથે બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે. ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહોમ્મદ અલી ઝીણા.

ગુજરાતે દેશને બે પ્રધાનમંત્રી પણ આપ્યા છે, પહેલા મોરારજી દેસાઈ અને બીજા હાલના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી.

ગુજરાત ન માત્ર વિકાસ અને રાજકારણ પણ ગુજરાત ઉદ્યોગમાં પણ વેગવંતુ છે અને ગુજરાતી મુકેશ અંબાણી વિશ્વના 20 સૌથી ધનિક લોકોમાં સ્થાન ધરાવે છે.

ક્રિકેટમાં પણ ગુજરાતે દિગ્ગજ ખેલાડીઓ ભારતન આપ્યા છે, પછી ભલે તે અજય જાડેજા હોય, ઈરફાન પઠાણ, પાર્થિવ પટેલ કે પછી યુવા ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા હોય.

મનોરંજનપ્રિય એવા ગુજરાતીઓ મનોરંજનની દુનિયાથી તો કેવી રીતે દૂર રહી શકે. કલ્યાણજી આનંદજી હોય, સંજયલીલા ભણસાલી, સચિન જીગર, અમિત ત્રિવેદી, પરેશ રાવલ, મનોજ જોશી, દર્શન ઝરીવાલા… આહાહા, લીસ્ટ તો બહુ લાંબુ છે.

આમ આટલું લખ્યા પછી છેલ્લે એક જ પંક્તિ દિમાગમાં આવે છે અને તે છે,

                                    જ્યાં જ્યાં વસે ગુજરાતી… ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત…

 

 

– સુખી

Share:

Leave a reply