MCD પર લાગેલ ધૂળ હટાવતા આમ આદમી પાર્ટી પર ભાજપનું ઝાડૂ

491
0
Share:

MCDની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત પ્રાપ્ત કરી છે અને સૌથી પહેલા પરિણામો જોઈ લઈએ તો નોર્થ દિલ્લીમાં 104માંથી 65 ભાજપને 19 આમ આદમી પાર્ટીને 14 કોંગ્રેસને અને 6 અન્યોને પ્રાપ્ત થઈ. સાઉથ દિલ્લીમાં 104માંથી ભાજપને 69 આમ આદમી પાર્ટીને 16 કોંગ્રેસને 13 અને અન્યોને 6 બેઠકો મળી જ્યારે ઈસ્ટ દિલ્લીમાં 64માંથી 41 ભાજપને 11 આમ આદમી પાર્ટીને કોંગ્રેસને 6 અને અન્યને 6 બેઠક મળી. હવે આ પરિણામો પરથી જ ખ્યાલ આવે કે ભાજપ પર કોને કેટલો ભરોસો છે.

ભાજપનો વિજયરથ આગળને આગળ વધે છે અને દેશમાં પ્રથમ વખત કોઈ મ્યુનિસિપલ કમિશનની ચૂંટણીમાં મોટા મોટા નેતાઓ પ્રચાર માટે આવ્યા. હવે સવાલ એ છે કે હારનું કારણ શું આપ અને કોંગ્રેસ માટે? એક બાજુ આમ આદમી પાર્ટીએ પોતે કંઈ જ કર્યું નહીં અને ભાજપની બૂરાઈ કરવામાં જ રચ્યા પચ્યા રહ્યા જેથી જનતાએ તેમને જાકારો આપ્યો તો કોંગ્રેસે તો હવે ભરોસો દેશભરમાંથી ગુમાઈ જ દીધો છે. હસવું આવે જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણીની વાતો કરે કારણકે પોતે પોતાનું ઘર તો સાચવી નથી શક્તા અને ચાલ્યા છે ભાજપનના ઘરમાં ઘૂસવા માટે, તો કોંગ્રેસ કે જે આમ આદમી પાર્ટીને પણ મ્હાત ન આપી શકી તે ભાજપ સામે તો શું લડી લેવાની. જોકે આ મોટી હાર બાદ કોંગ્રેસે તો હાર સ્વીકારી લીધી અને પરિણામોની સમીક્ષા કરશે તેમ કહ્યું પણ બેશરમ આમ આદમી પાર્ટી હજુ પણ કહે છે કે EVMમાં ગરબડ કરી અને આ જીત ભાજપની નહીં પણ EVMની છે, અરે ભાઈ EVMમાં તકલીફ છે જ તો ઈલેક્શન કમિશને તો ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે EVM હેક કરીને બતાવો તો માનીએ, તો પછી કેમ પૂરાવા ન આપ્યા EVM હેક થાય છે તેના.

અને ખરેખર તો હવે દેશની જનતાનું મન સમજવાની વાત છે કે જો તમે નરેંદ્ર મોદી કે ભાજપ વિરુદ્ધ કંઈ બોલશો તો તેનો જવાબ ભાજપે નહીં આપવો પડે, તેનો જવાબ ખુદ દેશની જનતા આપશે કારણકે ભાજપના શાસન પર ભરોસો છે સૌને અને નરેંદ્ર મોદીને તેઓ દેશના અને તેમના નેતા માને જ છે. આમ ભાજપના મેયર હવે દિલ્લીમાં હશે અને અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે જો ડેન્ગ્યૂ ફેલાયો દિલ્લીમાં તો તેનો જવાબ ભાજપ પાસેથી માંગજો, પણ ડેન્ગ્યૂ ફેલાશે જ નહીં કારણકે માંદી તો આમ આદમી પાર્ટી છે અને તેની દવા દિલ્લીની જનતાએ ભાજપમાં શોધી લીધી છે.

 

– સુખી

Share:

Leave a reply