શંકરસિંહ પોતે કોંગ્રેસને ડૂબાડી રહ્યા છે – મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

480
0
Share:

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી આવે એટલે પક્ષપલટો થાય તે સામાન્ય બાબત છે. જોકે ભાજપના નરેંદ્ર મોદીના વિજયરથ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રગતીશીલ સરકારથી ગભરાયેલી કોંગ્રેસ હવામાં હવાતિયા મારે છે.

કોંગ્રેસના વિરોધપક્ષના નેતા કે જેઓ ભાજપ સાથે પણ જોડાયેલા છે અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક રહી ચૂકેલા છે તેવા શંકરસિંહ વાઘેલા તેમને તેમની પાર્ટીમાં ન મળી રહેલ પદ અને મહત્વથી હતાશ છે અને તેથી મીડિયાને જવાબ ન આપવો પડે અને ભાજપ પર દોષારોપણ કરી શકાય તે માટે ભાજપ પર પાયાવિહોણા આરોપ લગાવે છે. શંકરસિંહ વાઘેલાના મતે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહી છે અને તેમને પાર્ટીમાં સરકાર બન્યા બાદ પદનું પ્રલોભન આપીને પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કરી રહી છે.

જોકે શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન સાથે જ કોંગ્રેસની નીતિ છતી કરી છે, શંકરસિંહના નિવેદનથી તે ફલીત થાય છે કે કોંગ્રેસના નેતાઓ રૂપિયા અને પદ ભાળીને વેચાઈ જાય તેવા છે. અને તેમાં પણ સૌથી મોટો સવાલ તો એ થાય છે કે શંકરસિંહ આવું નિવેદન આપે છે ત્યારે તેઓ પોતાની પાર્ટીની શું છાપ બનાવવા માંગે છે. શું શંકરસિંહ તેમ દર્શાવવા માંગે છે કે તેમના નેતાઓ લોભિયા છે, શું તેઓ તેમ સાબિત કરવા માંગે છે કે કોંગ્રેસમાં નેતાઓને મહત્વ નથી અપાતું અથવા તો મહત્વ આપી નથી શકતા?

એકબાજુ શંકરસિંહ વાઘેલાની સામે કોંગ્રેસ પાર્ટીમાં જ અસંતોષ છે અને અમિત શાહ સાથે સામેથી બોલાવીને મુલાકાત કર્યા બાદ હવે તો તેમના પર શંકા પણ તેમના જ પક્ષના નેતાઓ કરી રહ્યા છે અને કઈં કહેવાય નહીં કોઈપણ ક્ષણે શંકરસિંહ વાઘેલા પણ ભાજપમાં જોડાય તો નવાઈ નહીં. અને જો જોડાઈ જાય છે શંકરસિંહ વાઘેલા ભાજપમાં તો શું તેઓ વેચાઈ ગયા તેવું કહેવાશે? આ તો તેમના નિવેદન પરથી જ સવાલ થાય. જોકે શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સણસણતો જવાબ આપી દીધો અને શંકરસિંહ જ કોંગ્રેસને ડૂબાડી રહ્યા છે તેમ કહ્યું જે વાત સપૂર્ણ રીતે સાચી સાબિત થતી જાય છે દિવસેને દિવસે.

આમ તો કોંગ્રેસમાં કોઈ ખેંચતાણ નથી તેવી વાતો તેમના નેતાઓ કરે છે પણ સવાલ એ છે કે જો ખેંચતાણ નથી તો પછી શંકરસિંહ વાઘેલાને આમ પ્રદેશ અધ્યક્ષને બોલાવ્યા વગર પોતાના નિવાસસ્થાને બેઠક કરવાની શું જરૂર પડી? અને આમ તો આ બેઠક નહીં પણ શક્તિપ્રદર્શન સમાન જ હતું. ત્યારે એક બાજુ છે ગુજરાતની ભાજપ સરકાર કે જેઓ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે એકસાથે આખો પક્ષ ચાલી રહ્યો છે અને બીજી બાજુ કોંગ્રેસ છે કે જેઓ સાથે નથી તે તો હવે સામે આવી જ રહ્યું છે પણ શું તેઓ કોંગ્રેસને જીતાડવા માંગે છે હરાવવા માંગે છે તે સવાલ થાય.

 

– સુખી

Share:

Leave a reply