આરોગ્‍ય રાજ્ય મંત્રી અને જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરીની અધ્‍યક્ષતામાં અમદાવાદ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

844
0
Share:

વર્ષ ૨૦૧૭-૧૮ના  વિકેન્‍દ્રિત યોજનાઓના રૂા.૧૩૫૦ લાખના કામો સર્વાનુમતે મંજૂર

અમદાવાદ જિલ્‍લા આયોજન મંડળની વર્ષ ૨૦૧૭-૧૮ની વિકેન્‍દ્રીત યોજનાઓના કામો મંજૂર કરવા અંગેની એક બેઠક આજે કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી.

આરોગ્‍ય રાજ્ય મંત્રી અને જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરીની અધ્‍યક્ષતામાં યોજાયેલ આયોજન મંડળની આ બેઠકમાં વિકેન્‍દ્રીત યોજનાઓ માટે રૂા. ૧૩૫૦ લાખના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્‍યા હતા.

મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરીએ મંજૂર થયેલા કામો તેની નિયત સમયમર્યાદામાં ચોક્કસાઇપૂર્વક પૂર્ણ થાય તે જોવા અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં સંસદીય સચિવ શ્રી બાબુભાઇ પટેલ, ધારાસભ્‍ય શ્રી રાકેશભાઇ શાહ, શ્રી કરમશીભાઇ, શ્રી લાલજીભાઇ મેર, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, કલેક્ટર શ્રીમતી અવંતિકાસિંઘ, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવીબેન દવે, જિલ્‍લા આયોજન મંડળના અધિકારી સહિત સંબંધિત જિલ્‍લા અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

Share:

Leave a reply