રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપની બે દિવસીય ચિંતન બેઠકનો પ્રારંભ

645
0
Share:
આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય ચિંતન બેઠકનો રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની પ્રેરક ઉપસ્થિતિ અને પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, મુખ્યપ્રધાનશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાનશ્રી નીતિનભાઈ પટેલ , પ્રદેશ પ્રભારી ડો . દિનેશજી શર્મા , રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી , રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પરષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો . 
 
ચિંતન બેઠક અંગેની   વિગતો આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીની સંગઠન વ્યવસ્થામાં સમયાંતરે ચિંતન બેઠક , અભ્યાસ વર્ગ અને કાર્ય શાળાઓ યોજાતી હોય છે . જિલ્લાથી રાષ્ટ્રીય કક્ષાએ કાર્યકર્તા ઘડતર અને સંગઠન માળખાને સુદ્રઢ બનાવવા પાર્ટી નિયમિતપણે વર્ગ યોજતી હોય છે . 
       
શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે , નગરપાલિકાથી માંડી રાજ્ય સરકારની કામગીરી અને પ્રજાહિતના વિવિધ આયામો ચિંતન બેઠકમાં ચર્ચાતા હોય છે. સરકારની વિવિધ યોજનાઓ અને પ્રજાકીય કાર્યોંની સમીક્ષા કરવામાં આવે છે . આ બેઠકમાં સરકાર અને સંગઠનના માધ્યમથી જનહિતના કાર્ય લોકો સુધી પહોંચાડવા ઉપરાંત વર્તમાન સામાજિક – રાજકીય સમીક્ષા હાથ ધરવામાં આવશે. સમસ્યાઓના સમાધાન માટેની કાર્ય યોજના , આગામી સમયની વ્યૂહરચના તેમજ સંગઠનાત્મક બાબતો અંગેની વિચારણા હાથ ધરાશે .
  
શ્રી પટેલ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે , ગુજરાતની જનતા એ હંમેશા ભાજપની વિકાસની નીતિઓનું સમર્થન કર્યું છે , આગામી ૨૦૧૭ ની ચૂંટણીઓમાં પણ ભાજપને જનસમર્થન રહેશે .
Share:

Leave a reply