આગામી પાંચ દિવસ પ્રદેશ ભાજપાની વિવિધ બેઠકોનું આયોજન

812
0
Share:

આગામી ૫ (પાંચ) દિવસ પ્રદેશ ભાજપાની વિવિધ બેઠકોનું આયોજન

******************************************

પ્રદેશ અધ્યક્ષશ્રી, મુખ્મયંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં

તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન સૌરાષ્ટ્ર ઝોનની સંકલન બેઠકો તેમજ કોર ગ્રુપ બેઠક ઉપરાંત

તા. ૨૧ નવેમ્બરના રોજ પ્રદેશ આગેવાન બેઠક તેમજ વિધાનસભા પક્ષની બેઠક યોજાશે.

ભાજપા પ્રદેશ પ્રવક્તાશ્રી ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, આવતીકાલ તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન

યોજાનારી સૌરાષ્ટ્ર ઝોનના જીલ્લા/મહાનગરની બેઠકો તથા તા. ૨૧ નવેમ્બરે યોજાનાર પ્રદેશ આગેવાન બેઠક અને

વિધાનસભા પક્ષની બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રીઓ સર્વ શ્રી વી. સતીષજી અને શ્રી સૌદાન સીંગ વિશેષ

ઉપસ્થિત રહેશે.

શ્રી પંડયાએ, બેઠકોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં

તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રીઓ સર્વ શ્રી વી. સતીષજી અને શ્રી સૌદાન સીંગની વિશેષ ઉપસ્થિતિમાં તથા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની હાજરીમાં તા. ૧૮ થી ૨૦ નવેમ્બર

દરમ્યાન ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્ર ઝોનના જીલ્લા/મહાનગરની પક્ષની સંકલન સમિતિની બેઠકો યોજાશે. જેમાં

જીલ્લા/મહાનગર સંકલન સમિતિના અપેક્ષિત સભ્યશ્રીઓ હાજર રહેશે.

શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, તા. ૨૧ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય અને પ્રદેશ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રદેશ

કાર્યાલય-શ્રી કમલમ્‌ ખાતે બપોરે ૦૩.૦૦ કલાકે પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખશ્રીઓ, જીલ્લા/મહાનગરના

પ્રભારીશ્રીઓની બેઠક પ્રદેશ અધ્યક્ષશ્રીની અધ્યક્ષતામાં યોજાશે. ત્યારબાદ સાંજે ૦૬.૩૦ કલાકે મુખ્યમંત્રીશ્રી અને નાયબ

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં તેમજ રાષ્ટ્રીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભા પક્ષની બેઠક યોજાશે. જેમાં

રાષ્ટ્રીય-પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખશ્રીઓ, જીલ્લા/ મહાનગરના પ્રભારીશ્રીઓ, સાંસદશ્રીઓ,

ધારાસભ્યશ્રીઓ તેમજ બોર્ડ/નિગમના ચેરમેન-વાઈસ ચેરમેન ઉપસ્થિત રહેશે. આ અગાઉ તા. ૨૦ નવેમ્બર, રવિવારના

રોજ સાંજે પ્રદેશ કાર્યાલય-શ્રી કમલમ્‌ ખાતે પ્રદેશ કોર ગ્રુપની બેઠક યોજાશે.

શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી સૌદાન સીંગ તા. ૨૦ થી ૨૨ નવેમ્બર એમના ૩

દિવસના ગુજરાત પ્રવાસ દરમ્યાન વિવિધ બેઠકો ઉપરાંત મહેસાણા અને ગાંધીનગર જીલ્લાની સંગઠનની વિવિધ બેઠકોમાં

માર્ગદર્શન આપશે.

Share:

Leave a reply